મહુવા તાલુકાનો રોજકી ડેમ ઓવરફ્લો ની સપાટીમાં વધારો થતાં લોકોને સાવચેત કરાયા
રોજકી ડેમ ૧૦૦% ભરાઈ ગયેલ હોઈ અને ઓવરફ્લો ચાલુ થયેલ હોવાથી નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવે છે.
ગામલોકોએ તેમજ નાગરિકોએ નદીકાંઠાના વિસ્તારમાં તેમજ પાણીનો પ્રવાહ હોય તેવા વિસ્તારોમાં અવર જવર નહિ કરવા,વાહનો નહિ લઇ જવા, માલઢોર નહિ લઇ જવા આથી તાકીદ કરવામાં આવે છે.
૧. લોકોએ નદીના પટમાં જવું નહી.
૨. નદીકાંઠે અવરજવર કરવી નહી.
૩. નદી પટમાં કે કોઝ વે ઉપરથી માલઢોર ને લઈ જવા નહી.
૪. રસ્તા ઉપરથી પાણી પસાર થતું હોય તો વાહનોની અવરજવર
કરવી નહીં.
૫. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ સલામત સ્થળે ખસી
જવા સૂચના અપાઈ હતી.