આમ આદમી પાર્ટીના પંચમહાલ લોકસભા પ્રમુખ એ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે ગોધરા શહેરથી ઘોઘંબા તાલુકાના છેવાડાના ગામ વચ્ચે આશરે ૬૦ કિ.મી. જેટલું અંતર થાય છે તથા આ વિસ્તારમાં આદિવાસી સમાજની ખુબ મોટી વસ્તી છે આ સમાજમાં સિકલસેલ, એનિમિયા જેવા રોગોનું પ્રમાણ પણ વધું જોવા મળે છે.ત્યારે ઘોઘંબા તાલુકામાં બ્લડ બેંકની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગણી કરી છે. ઘોઘંબા તાલુકામાં સીંગલ પટ્ટીના અને વાંકા ચુકા વળાંક વાળા રોડ રસ્તા આવેલા છે અને વાહન વ્યવહાર વચ્ચે વારંવાર અકસ્માત બને છે અને લોકો અકસ્માતનો ભોગ બને છે આ તમામ કારણોના કારણે આ વિસ્તારની જનતા માટે સરળતાથી અને સમયસર લોહી ની જરૂર પડતી હોય છે. સિકલસેલ એનિમિયા જેવા દર્દીઓને તેમજ અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિઓને જો તાત્કાલિક લોહીની જરૂર હોય તો ગોધરા સુધી આવવું પડે છે અને સમયનો વ્યય થાય છે તેમજ બ્લડ લેવા માટે સામે બ્લડ ડોનેટ કરી શકે તેવા વ્યક્તિઓ પણ મળી શકતા નથી તેથી બ્લડ લેવા માટે ખુબ મુશ્કેલી પડે છે તેથી ઘોઘંબા તાલુકાના નાગરીકોની સમસ્યા અને મુશ્કેલીને દુર કરવા માટે આમ આદમી પાર્ટીના પંચમહાલ લોકસભા પ્રમુખ એ ઘોઘંબા તાલુકામાં બ્લડ બેંકની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા કલેકટર,પંચમહાલને લેખિતમાં રજૂઆત કરીને બ્લડ બેંકની સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.