વિસાવદરમાં કરોડોના અનાજની ચોરી થઈ છે કે કેમ જેવા આક્ષેપ!,
ગુજરાત સરકાર દ્વારા જૂન અને જુલાઈ મહિનાનું ભેગું અનાજ આપવામાં આવ્યું હતું પણ વિસાવદર અને ભેંસાણ અનાજ માફીયાઓ દ્વારા ગરીબોના બંને મહિનાના અંગૂઠા લઈને થોડુંક અનાજ આપીને બાકીનું સગેવગે કરી નાખ્યું હોવાનું જણાઈ આવતા
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સહિત આમ આદમી પાર્ટીની ટીમ આ બાબતે ફરિયાદ લખાવવા ફરી રહ્યા હોવા છતાં પોલીસ FIR લખવા તૈયાર ના હોય જેવા આક્ષેપ સાથે
અત્યારે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને સમગ્ર ટીમ FIR લખાવવાની માંગ સાથે વિસાવદર પોલીસ સ્ટેશન બેસી ગયેલ છે..