મહે. પોલીસ મહાનિરીક્ષક શ્રી, અશોક કુમાર યાદવ સાહેબ, રાજકોટ વિભાગ –રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી, નિતેશ પાંડેય સાહેબ, દેવભુમિ દ્વારકા દ્વારા પાદક (નશાકારક) પદાર્થોનું વેચાણ કરતા આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી પી.સી.સીંગરખીયા ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા ને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અનુસંધાને ગઇ તા.૩૦/૧૨/૨૦૨૨ના રોજ શ્રી પી.સી સીંગરખીયા ઇન્યા પોલીસ ઇન્સપેક્ટર,એસ.ઓ.જી. સાથે એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ.,અશોકભાઇ રાણાભાઇ સવાણી, પોલીસ હેડ કોન્સ., જિવાભાઇ કરણાભાઇ ગોજીયા, જગદિશભાઇ વજીભાઇ કરમુર, તથા પો.કોન્સ. પબુભાઇ નાથાભાઇ માયાણી વિગેરે એસ.ઓ.જી. સ્ટાફના માણસો એસ.ઓ.જી. લગત ખાનગી કામગીરી સબબ દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પોલીસ હેડ કોન્સ. શ્રી જિવાભાઇ કરણાભાઈ ગોજાયા તથા જગદીશભાઇ વજશીભાઇ કરમુરને સંયુક્તમાં ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે અરૂણભાઇ ગોવીંદ પ્રસાદ અગ્રવાલ રહે.દુધલી તળાવ પાસે વરવાળા તા.દ્વારકા વાળો ઇસમ પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનુ વેચાણ કરે છે જેથી તાત્કાલીક માદક પદાર્થ ગાંજાની હકીકત અંગેની જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી એસ.ઓ.જી.ના ઉપરોક્ત સ્ટાફ દ્વારા મજકુર ઇસમના ઉપરોક્ત સરનામે આવેલ રહેણાંક મકાને રેઇડ કરતા તે હાજર મળી આવેલ જે પોતાનું નામ અરૂણ સાઓ ગોવીદ પ્રસાદ અગ્રવાલ ઉ.વ.૬૨ ધંધો. નિવૃત રહે વરવાળ, દૂધલી તળાવ, રઘુનંદન મહારાજના મકાનમાં તા.દ્વારકા જિ.દેવભૂમિ દ્વારકા વાળો હોવાનુ જણાવેલ જેથી મજકુરને સાથે રાખી તેના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં તપાસ કરતા રૂમમાંથી માદક પદાર્થ ગાંજાનો કુલ ૨૨૪ ગ્રામનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી પુર્ણ કરી મજકુર ઇસમ વિરૂધ્ધમાં નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબ્સટન્સ એક્ટ -૧૯૮૫ (એન.ડી.પી.એસ.)એક્ટની કલમ (સી),(બી), ૨૦૧૨) (એ) મુખજનો ગુન્હો દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરવામાં આવેલ છે અને મજકુર ઇસમને વધુ પુછપરછ અર્થે ધોરણસર અટક કરવામાં આવેલ છે.

અટક કરવામાં આવેલ આરોપી -

અરૂણ સો ગોવીંદ પ્રસાદ અગ્રવાલ ઉ.વ.ઉર ધંધો, નિવૃત રહેવરવાળ, દુધલી તળાવ, રઘુનંદન મહારાજના મકાનમાં તાદ્વાર કા

જિ.દેવભૂમિ દ્વારકા

કામગીરી કરનાર ટીમ ––

(૦૧) શ્રી પી.સી.સીંગરખીયા ઇન્યા.પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., જિ. દેવભુમિ દ્વારકા (૦૨) શ્રી હરદેવસિંહ જાડેજા, એ.એસ.આઇ. એસ.ઓ.જી., જિ. દેવભુમિ દ્વારકા 

(૩) શ્રી અશોભાઇ સવાણી, એ.એસ.આઇ. એસ.ઓ.જી., જિ. દેવભુમિ દ્વારકા (૦૪) શ્રી લખમણભાઇ આંબલીયા, એ.એસ.આઇ., એસ.ઓ.જી., જિ. દેવભુમિ દ્વારકા

(૦૫) શ્રી દિનેશભાઇ માડમ, પોલીસ હેડ કોન્સ. એસ.ઓ.જી., જિ. દેવભુમિ દ્વારકા (૦૬) શ્રી જગદિશભાઇ કરમુર, પોલીસ હેડ કોન્સ, એસ.ઓ.જી., જિ. દેવભુમિ દ્વારકા (૦૭) શ્રી જિવાભાઇ ગોજીયા, પોલીસ હેડ કોન્સ. એસ.ઓ.જી., જિ. દેવભુમિ દ્વારકા (૦૮) શ્રી નરેન્દ્રસિંહ રાઠોડ, પોલીસ હેડ કોન્સ, એસ.ઓ.જી., જિ, દેવભુમિ દ્વારકા (૦૯) શ્રી પબુભાઇ માયાણી પોલીસ કોન્સ. એસ.ઓ.જી., જિ. દેવભૂમિ દ્વારકા (૧૦) શ્રી દિનેશભાઇ ચાવડા, પોલીસ કોન્સ. એસ.ઓ.જી., જિ. દેવભુમિ દ્વારકા