મિરઝાપર ખાતેથી આધાર પુરાવા વિનાના ચોખા ભરેલ ગોડાઉન સીલ કરતી પશ્ચિમ કચ્છ એલસીબીપશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ. નિલેશભાઇ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા શક્તિસિંહ ગઢવી સહિતના પોલીસ જવાનો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા શક્તિસિંહ ગઢવીને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, મિરઝાપર પાસે આવેલા પરિશ્રમ કોમ્પેલેક્ષની પાછળ આવેલ ગોડાઉનમાં શંકાસ્પદ ચોખાના બાચકા પડેલ છે. ચોક્કસ અને મજબૂત સૂત્રોમાંથી મળેલ બાતમી અને હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી મિરઝાપર ખાતે જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં પરિશ્રમ બિલ્ડિંગ ની પાછળ આવેલા એક ગોડાઉનમાંથી ચોખાના બાચકા નંગ ૨૦૦ મળી આવેલ. આ ચોખાના સ્ટોક અંગે હાજર મળી આવેલ ઇસમને પૂછપરછ કરતા તેની પાસે આ ચોખા અંગે કોઇ બીલ કે આધાર પુરાવા રજૂ કરવા જણાવેલ પરંતુ તેણે કોઇ જ પ્રકારના આધાર પુરાવા રજુ કરેલ નહી. પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા આ બાબતે ભુજ શહેર મામલતદાર શર્મા તથા જિલ્લા પુરવઠા અધિકારી હાસમી તથા તેમની ટીમને સ્થાનીક જગ્યાએ યાદી આપી બોલાવેલ હતી. અને તેઓ દ્વારા આ તપાસ કરી સદર ગોડાઉન માં ચોખા ૧૦૩૩૫ કીલોગ્રામ કી. રૂા. ૨,૬૦,૯૫૯/- આધાર પુરાવા વિનાના મળી આવ્યા હતા. જેથી આ ગોદામને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Assam CM Himanta Biswa Sarma ने Lok sabha Election 2024 में Congress को लेकर क्या दावा कर दिया?
Assam CM Himanta Biswa Sarma ने Lok sabha Election 2024 में Congress को लेकर क्या दावा कर दिया?
જાહેરનામું: જૂનાગઢ જિલ્લામાં રીમોટ સંચાલિત
ડ્રોન, એરીયલ મીસાઇલ કે પેરાગ્લાઈડર ચલાવવા
પર મનાઇ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ
જૂનાગઢ જિલ્લાના ક્રિટીકલ/સ્ટ્રેટઝીકલ
ઇન્સ્ટોલેશન સ્થળો
ખાતે ઉપલી સત્તા તરફથી અન્ય કોઇ ફેરફાર ન...
अवैध खनन व परिवहन की रोकथाम के लिए चलाएं विशेष अभियान – जिला कलक्टर
जिले में अवैध खनन और परिवहन की रोकथाम के लिए अब तक की गई कार्रवाई तथा रोकथाम अधिक प्रभावी...
પાટણ કે.કે.ગર્લસ કન્યા શાળા ખાતે કિશોરીઓ માટે આંખોનો નિદાન કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel
પાટણ કે.કે.ગર્લસ કન્યા શાળા ખાતે કિશોરીઓ માટે આંખોનો નિદાન કેમ્પ યોજાયો | SatyaNirbhay News Channel