ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં હજારોની સંખ્યામાં યુવકો અપડાઉન કરી રહ્યા છે.ખંભાતથી હજારોની સંખ્યામાં રોજગાર અર્થે આણંદ, વિધાનગર અને કરમસદ શહેરોમાં ડેમુ ટ્રેનમાં રોજિંદુ અપડાઉન કરતા હોય છે.તે પણ ઘેટા બકરાની જેમ અને જીવને જોખમમાં મૂકી લટકીને.હાલ મળતી વિગતો મુજબ, ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં હાલ 8 જેટલા ડબ્બા છે.જેમાં પણ સવાર અને સાંજે અપડાઉન કરતા યુવકોને બેસવાની તો ઠીક ઊભા રહેવાની જગ્યા મળતી નથી.જેને કારણે યુવકોને રોજગાર મેળવવા ચાલુ ટ્રેનમાં દરવાજા પાસે લટકીને જીવનું જોખમ ખેડવાની ફરજ પડી છે.સત્વરે ટ્રેનના ડબ્બા વધારી અપડાઉન કરતા યુવકો માટે બેસવાની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે.ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં લટકીને અપડાઉન કરતા યુવકો અને ભીડ સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોવા મળી રહી છે.