ડીસા બનાસ નદીના પુલ નજીક શનિવારે સાંજે સ્કોર્પિયોના ચાલકે કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગાડી પલટી ગઇ હતી. જેમાંથી એસઓજીની ટીમે રૂપિયા 13.24 લાખના પોષડોડા કબ્જે લીધા હતા. તેમજ પિસ્તોલ સહિત કુલ રૂપિયા 20.55 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠા એસઓજી પીઆઇ એચ. બી. ધાંધલીયાએ જણાવ્યું કે, સ્કોર્પિયો ગાડી નં. જીજે. 06. પી.એમ. 2982નો પીછો કર્યો હતો. જે ડીસા નજીક કારને ટક્કર મારી પલટી ગઇ હતી.

તલાસી લેતાં અંદરથી રૂપિયા 13.24 લાખના 441.510 કિલો પોષડોડા મળી આવ્યા હતા. એક પિસ્તોલ કબ્જે લેવાઇ હતી. કુલ રૂપિયા 20.55 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ નાસી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.