ઓનર કિલિંગ : પાંચ સાત દિવસ પેહલા મેરઠ ના લખીપૂર કબ્રસ્તાન પાસેથી માથું કપાયેલી હાલત માં એક ડેડ બોડી મળી આવી હતી, આ માથું કપાયેલી બોડી પાછળ ઓનર કિલિંગ એટલે કે ઘરના સભ્યો ઘ્વારા કરવામાં આવેલી હત્યા માલુમ પડતા સનસની મચી ગઈ હતી, ધડ વિનાની આ ડેડ બોડી ની ઓળખ ના થતા તે ધડ વગરના શરીરને જમીનમાં દાટી દેવામાં આવ્યું હતું, સી.ઓ. કોટવાલી અરવિંદ ચોરસિયા એ જણાવ્યું કે શાઇન ના પિતા શાહીદ કુરેશી એ પ્રેમસંબંધ ના ચાલતે રાત્રે ગુસ્સામાં આવી તેને વાળ થી ખેંચી અંદરના રૂમમાં લઇ ગયો હતો,
જ્યાં રાત્રીના 11 વાગે તેની છાતી પર બેસી જઈ તેનું ધડ ગળા માં થી કાપી અલગ કરી દીધું હતું, ત્યાર બાદ તેના શરીર ને ફ્રૂટ ભરવાના કેરેટમાં ચાદર થી લપેટી સ્કુટી ઘ્વારા નજીક ના કબ્રસ્તાન પાસે લઇ ગયો હતો, જ્યાં તેની યોજના તેને દાટી દેવાની હતી, પરંતુ ત્યાંથી એક યુવક પસાર થતા મૃત શરીર ને ત્યાંજ ફેંકી દીધું હતું અને તેના માથાને માધવપુરમ ની ગટરમાં નાંખી દીધું હતું.
એસ ઓ જી ને સૂચના મળી હતી કે શાહિદ ની પુત્રી શાઈના ગુમ થઇ ગયેલ છે, અને તેનો પ્રેમી તેને શોધવા ફરી રહ્યો છે અને તેને શક છે કે તેના ઘર વાળાઓ એ જ શાઈના ની હત્યા કરી દીધી હશે, ત્યાર પછી પોલીસે તેના પિતા શાહિદ ને પકડી લાવી પૂછતાછ કરતાં ખુલાસો કર્યો કે તેના ના કેહવા પર શાઈના તેના પ્રેમી વસીમ સૈફી ને પ્રેમ કરતી હતી અને વારંવાર મળતી હતી તેમજ તેની જોડે બહાર ભાગી જતી હતી,
મૂળ વાત જાણે એમ છે કે શાઇન નો સંબંધ તેના સમાજ ના છોકરા ઇમરાન કુરેશી જોડે કરેલ હતો અને ઘર વાળા શાઇન ને બિરાદારી માં લગ્ન કરવાનું દબાણ કરતા હતા અને તેને બિરાદારીના છોકરા જોડે લગ્ન કરવા સમજાવ્યો હતો,પરંતુ શાઇના પાડોસ માં રેહતા અન્ય સૈફી બિરાદારીના વસીમ નામના છોકરા જોડે રિલેશન માં હતી, જેનાથી ઘરના સભ્યો ખુબજ નારાજ હતા જેથી શાઈના ની ગળુ કાપી હત્યા કરી દેવાઈ.
રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.