દાહોદના ગાયનેકોલોજીસ્ટ ડો. રાહુલ પડવાલનું ગુજરાત ગરિમા એવોર્ડથી થયું સન્માન ગોધરા ખાતે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અપાયો એવોર્ડ આદિવાસી બાહુલ વિસ્તાર દાહોદ જિલ્લામાં સ્ત્રી સ્વાસ્થ્યના ક્ષેત્રે સુંદર કામગીરી કરી રહેલા ગાયનેકોલોજીસ્ટ ડો. રાહુલ પડવાલનું રાજ્ય સરકારના ગુજરાત ગરીમા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે. ગોધરા ખાતે ગુજરાત દિવસની ઉજવણી દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના સીમાડે આવેલ દાહોદ જિલ્લામાં સીકલસેલ, થેલેસેમીયા અને કુપોષણ જેવી સમસ્યાઓથી પીડિત સગર્ભા માતાઓ માટે તેમની સેવાઓ જીવનરક્ષક સાબિત થઈ છે.ડૉ. પડવાલે પોતાની કારકીર્દિની શરૂઆત દાહોદ જનરલ હોસ્પીટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે કરી હતી, જ્યાં તેમણે ૬,૦૦૦થી વધુ સર્જરી અને ૫૦,૦૦૦થી વધુ ઓપીડી કેસોની સેવા આપી. વર્ષ ૨૦૧૮માં તેમણે ઘોડાડુંગરી ખાતે "પડવાલ વુમન્સ હોસ્પીટલ" નામે એક અનોખી સંસ્થા સ્થાપી, જે NABH અને ILS પ્રમાણિત હોસ્થી અને હાઈ-રિસ્ક સગર્ભા માતાઓને સમર્પિત છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં ૧૨,૦૦૦થી વધુ સર્જરી, ૧ લાખથી વધુ એન્ટીનેટલ ચેકઅપ અને ૧,૮૩૧ બ્લડ ટ્રાન્સફ્યુઝન કર્યા છે.

કોવિડ-૧૯ મહામારી દરમિયાન, જ્યારે સંપૂર્ણ વિશ્વ અસ્થિરતાનો સામનો કરી રહ્યું હતું, ત્યારે ડૉ. પડવાલની આ સંસ્થા રૂરલ વિસ્તારમાં એકમાત્ર સક્રિય ગાયનેક હોસ્પીટલ તરીકે કામ કરતી રહી. તેમણે "NO MONEY IF NOT SURVIVE" નામની એક અનોખી પહેલ શરૂ કરી, જેમાં ૬૭૭ હાઈ-રિસ્ક માતાઓના જીવન બચાવવામાં સફળતા મેળવી. આ પહેલને FICCI, NITI આયોગ અને થી ઇકોનોમિક ટાઇમ્સ દ્વારા રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવી છે. 

ડૉ. પડવાલની સેવાઓ માત્ર દવાઓ અને સર્જરી સુધી મર્યાદિત નથી. તેમણે સમાજમાં સ્ત્રી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય પણ કર્યું છે. એચઆઈવી સંક્રમિત અને દિવ્યાંગ માતાઓ માટે તેમની સેવા નોંધનીય છે. ૩૫,૦૦૦થી વધુ સોનોગ્રાફી, ૩,૫૦૦થી વધુ કુટુંબ નિયોજન ઓપરેશન અને ૬,૦૦૦થી વધુ સીકલસેલ/થેલેસેમીયા ટેસ્ટ જેવી સેવાઓ આપીને તેમણે આદિવાસી સમુદાયના આરોગ્ય સ્તરમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. 

"સોશિયલ ટ્રાન્સફોર્મેશન વિથ ડાયનેમિક એજ્યુકેશન"ના ધ્યેય સાથે ડૉ. પડવાલે દાહોદના આદિવાસી સમુદાયને આરોગ્યની મુખ્યધારા સાથે જોડવાનું કાર્ય સફળતાપૂર્વક કર્યું છે.