ડીસા તાલુકાના છત્રાલા ગામે બનાસ નદીના પટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ થયો છે. ભીલડી પોલીસ સ્ટેશનના પ્રોબેશનર IPS અધિકારી વેદિકા બિહાનીએ પોલીસ ટીમ સાથે આ કાર્યવાહી કરી છે.
IPS બિહાનીએ ખાનગી વાહનમાં જઈને દરોડો પાડ્યો હતો. તેમની ટીમે બિનઅધિકૃત રીતે રેતીનું ખનન કરતા બે હિટાચી મશીન અને 13 વાહનો પકડ્યા છે. પોલીસે તમામ વાહનોને ડિટેઈન કર્યા છે.
પોલીસે પાલનપુરના ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ તમામ વાહનો ભીલડી ખાતે પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગ હવે દંડકીય કાર્યવાહી કરશે.
આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ લાગશે. સ્થાનિક લોકોએ પણ પોલીસની કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો છે. ખાન અને ખનીજ વિભાગ આ મામલે આગળની તપાસ હાથ ધરશે.