અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની શરૂઆત થઇ ગઇ છે. 14મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો હતો. સમારંભના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલનનો પ્રારંભ કરાયો છે.

એક મહિના સુધી ચાલનારા પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. અમદાવાદના ઓગણજ-સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. જેની માટે 600 એકરમાં ફેલાયેલું સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે. જેનું ગઇકાલે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અમિત શાહના હસ્તે આજે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલનનો પ્રારંભ કરાયો છે. તમને જણાવી દઇએ કે, 1 મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ લાખો મુલાકાતીઓ આવશે તેવો અંદાજ છે.