ડીસામાં દાંતીવાડા જળાશય યોજનાની માઇનોર કેનાલમાં સર્વે નંબર 59 માં એક એકર જમીન પર થયેલ દબાણ દૂર કરવા સિંચાઈ વિભાગે ફી ભરી છે. છતાં હજુ સુધી સીટી સર્વે સુપ્રીન્ટેન્ડેન્ટ દ્વારા માપણી કરાતી નથી.
દાંતીવાડા સિંચાઈ યોજનાની માઇનોર કેનાલ માટે નવાડીસાના સર્વે નંબર 59 માં સને 1960 માં જમીન સંપાદન થયેલ હતી. જે પ્લોટ નંબર 18 તરીકે ગણાતો હતો.
આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે. આ જમીન પર દબાણ થયેલ હોઈ સર્વે કરી નવેસરથી ક્ષેત્રફળ હદ અને દબાણની વિગત સાથેની માપણી સીટ રજૂ કરવા સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટની કચેરીમાં જાણ કરી હતી.
તા.9 ઓક્ટોબર 2024ના રોજ માપણી ફી રૂપિયા 47,400 જમા કરાવી છે. જેની જાણ સીટી સર્વે કચેરીએ કરેલી હતી. ત્યારબાદ પણ અનેક વખત પત્રો લખી ચૂક્યા છીએ. પરંતુ હજુ સુધી સર્વે કરવામાં આવ્યો નથી. જોકે સર્વે નંબર 59 માં એક તરફ મૂળ માલિક મહેશ બાબુલાલ પઢિયારની જમીન પર દબાણ થયેલ હોવાનું માપણી સીટમાં ફલિત થયેલ છે.