દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૩ના મહિલા કાઉન્સીલર તથા તેમના પતિ તેમજ અન્ય એક વ્યક્તિ મળી ત્રણ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે જેમાં મહિલા કાઉન્સીલર તેમજ તેમના પતિ તેમજ અન્ય એક વ્યક્તિ મળી આ ત્રણેય વ્યક્તિઓએ પોતાના કુટુંબી યુવક દ્વારા સંયુક્ત મિલક્તમાં પોતાના જરૂરી દસ્તાવેજાે લેવા ગયો તે સમયે યુવક, તેના પિતા અને તેની માતા મળી ચાર વ્યક્તિઓને માર માર્યાે હોવાની ફરિયાદને પગલે દાહોદ શહેરમાં આ બનાવને લઈ ચકચાર મચી જવા પામી છે. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને ધારાસભા માટે સંપર્ક  મધ્યપ્રદેશના દેવાસ ખાતે ટોડખુર્દ ગામે રહેતાં અને હાલ દાહોદ શહેરના દર્પણ રોડ વિસ્તારમાં રહેતાં છાયાબેન મહેશભાઈ સિસોદીયા દ્વારા દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૧૬મી એપ્રિલના રોજ બપોરના દોઢેક વાગ્યાના આસપાસ દાહોદ શહેરના દર્પણ રોડ પર આવેલ પોતાના માતા-પિતાનું વારસાઈનું મકાન અને જેમાં છાયાબેનની બહેન નંદાબેન આજથી આશરે આઠેક વર્ષ પહેલા નંદાબેન આ મકાનમાં રહેતાં હતાં અને આ નંદાબેને છાયાબેનના પુત્ર રૂપરાજને દત્તક લીધો હતો. તેમના મરણ બાદ છાયાબેન સામાજીક પ્રસંગોમાં આ મકાનમાં રોકાતા હતાં. ત્યારે ગત તા.૧૬મી એપ્રિલના રોજ છાયાબેનનો દિકરો રૂપરાજના કાગળો, સર્ટીફીકેટો, પાસપોર્ટ, એટીએમ કાર્ડ, માર્કશીટ લેવા માટે છાયાબેન, તેમના પતિ મહેશભાઈ, પુત્ર રૂપરાજ અને ભત્રીજા અભયભાઈ પવનલાલ સિસોદીયા સાથે ફોર વ્હીલર ગાડીમાં બેસી દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતે લેવા ગયાં હતાં. તે દરમ્યાન મકાનને તાળુ મારેલુ હતું અને દરમ્યાન છાયાબેનના મોટાભાઈના પુત્ર હિતેશભાઈ કિશોરભાઈ ભાટ અને તેમની પત્નિ જે દાહોદ વોર્ડ નંબર ૦૩ના કાઉન્સીલર છે તે લક્ષ્મીબેન હિતેશભાઈ ભાટ અને ભત્રીજાે લખન રમેશ સિસોદીયાએ છાયાબેન, મહેશભાઈ, રૂપરાજ અને અભયભાઈને ગડદાપાટ્ટુ તેમજ લાફા મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ત્યારે આ સંબંધે છાયાબેન મહેશબાઈ સિસોદીયાએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.