જિલ્લાના 3 પોલીસ જવાનોને હેડ કોન્સ્ટેબલ પદે બઢતી અપાઈ.
મળતી વિગતો મુજબ, સહિત જિલ્લાના જુદા જુદા પોલીસ મથકે ફરજ બજાવતા ત્રણ જેટલા પોલીસ કોન્સ્ટેબલ જવાનોનું હેડ કોન્સ્ટેબલ પદે પ્રમોશન કરાયું છે.જેમાં હાલ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રણજીતસિંહનું હેડ કોન્સ્ટેબલ પદે પ્રમોશન સાથે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે જ નિમણુંક કરાઈ છે.જ્યારે આણંદ ટાઉન પોલીસ મથકે ફરજ બજાવતા અશ્વિનભાઇ રમેશભાઈને હેડ કોન્સ્ટેબલ પદે પ્રમોશન સાથે વિરસદ પોલીસ મથકે નિમણૂક અપાઈ છે.જ્યારે વિરસદ ખાતે ફરજ બજાવતા શિલ્પાબેન જશભાઈને પણ હેડ કોન્સ્ટેબલ પદે બઢતી આપી વિરસદ ખાતે જ નિયુક્તિ કરાઇ છે.આમ, આણંદ જિલ્લાના ત્રણ પોલીસ કોન્સ્ટેબલોનું હેડ કોન્સ્ટેબલ પદે પ્રમોશન સાથે નિમણૂક કરાતા શુભેચ્છકો દ્વારા દિલથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
(સલમાન પઠાણ - ખંભાત)