દિપક કેમ ટેક લિમિટેડ ('DCTL'), જે દિપક નાઇટ્રાઇટ લિમિટેડ ('દિપક' અથવા 'કંપની')ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સએ 300 KTA ફિનોલ, 185 KTA એસીટોન અને 100 KTA આઇસોપ્રોપાઇલ અલ્કોહોલ ('IPA')ના ઉત્પાદન માટેના પ્રોજેક્ટ સહિત ગ્રીનફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેપેક્સને મંજૂરી આપી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજે રૂ. 3,500 કરોડનું રોકાણ થવાનું છે (જેનું અંતિમ રૂપરેખાંકન વિગતવાર એન્જિનિયરિંગ દરમિયાન નક્કી કરવામાં આવશે) અને તેનો નાણાંકીય વહન ઋણ અને ઇક્વિટીના યોગ્ય સંયોજન દ્વારા કરવામાં આવશે. ફિનોલ અને એસીટોનની નવી ઉત્પાદન ક્ષમતાને અંતે પોલીકાર્બોનેટ રેઝિન ('PC')ના સંકલિત ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવશે.
DCTLએ નવેમ્બર 2024 માં જર્મનીથી ભારતમાં PC પ્લાન્ટ હસ્તગત અને સ્થાનાંતરિત કરવા માટે કરાર કર્યા હતા. હવે ફિનોલ અને એસીટોનની વધારાની ક્ષમતા સ્થાપિત કરવાના પ્રોજેક્ટ સાથે, આ PC પ્લાન્ટ પૂર્ણ થતાં દિપક PCના સૌથી વધુ સંકલિત ઉત્પાદકોમાં સ્થાન પામશે. કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની દિપક ફેનોલિક્સ લિમિટેડ હેઠળ ઉમેરવામાં આવેલી ફિનોલ, એસીટોન અને IPA ક્ષમતાઓ 330 KTA ફિનોલ, 200 KTA એસીટોન અને 80 KTA IPA ની હાલની ક્ષમતાઓથી વધુ હશે.આ ઉપરાંત, દિપકે પોતાની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, દિપક એડવાન્સ્ડ મટિરિયલ્સ લિમિટેડ દ્વારા તાજેતરમાં સાવલી વડોદરા, ગુજરાત ખાતે કાર્યારંભ કરાયેલ સુવિધામાં PC કમ્પાઉન્ડિંગનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ સુવિધા ઇલેક્ટ્રોનિક્સ અને મોબિલિટી ક્ષેત્રો માટે નવા PC કમ્પાઉન્ડ્સ રજૂ કરી રહી છે. એકવાર સમગ્ર સંકુલ પૂર્ણ થઈ જાય પછી, ભારતના ઝડપી વધતા બજારની માંગને પૂર્ણ કરવામાં દિપકને મહત્વપૂર્ણ મદદ મળશે.આ વિકાસ પર ટિપ્પણી કરતા. દિપક નાઇટ્રાઇટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી દિપક સી. મહેતાએ જણાવ્યું હતું કે, "દિપક ગ્રુપને સૌથી વધુ સંકલિત ક્ષમતાઓમાંથી એક બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જે તેને સ્થિતિસ્થાપકતા અને શક્તિ આપશે જે વર્તમાન સમયમાં આવશ્યક છે. આ ઉત્પાદનો આયાતનાં વિકલ્પ રૂપે કાર્યરત રહીને, અમારા ગ્રુપનો આત્મનિર્ભરતા અને વિકાસશીલ ભારતના માર્ગ પર યોગદાન વધારશે." આ ઉપરાંત, DCTLના બોર્ડે વિશેષ ફ્લોરોકેમિકલ્સના ક્ષેત્રમાં પ્રવેશ માટે અંદાજે રૂ. 220 કરોડના રોકાણને પણ મંજૂરી આપી છે.