લીમખેડા આઈસીડીએસ શાખાના ઘટક-૧ હેઠળ આંગણવાડી કેન્દ્ર ખીરખાઈ-૧ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત રસોઈ શોનું આયોજન કરવામાં આવ્યું. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન એચ. ચૌહાણ અને સીડીપીઓ નીલિમા હઠીલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકરો અને તેડાગરો સાથે વાલીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓને સગર્ભાવસ્થાના પ્રથમ દિવસથી હજાર દિવસ સુધીની સાવચેતીઓ વિશે માહિતી આપવામાં આવી હતી. લાઈવ રસોઈ શોમાં ટી.એચ.આર. અંતર્ગત માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળશક્તિમાંથી પૌષ્ટિક વાનગીઓ બનાવવાનું પ્રદર્શન કરાયું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓમાં પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો હતો. દરમિયાન, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે આંગણવાડી કેન્દ્ર ખીરખાઈ-૫ અને દેવડી-૧ની મુલાકાત લીધી. બંને કેન્દ્રોમાં ગંભીર ખામીઓ જાેવા મળતાં કાર્યકરોને છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આઈસીડીએસ શાખા દ્વારા આંગણવાડી કેન્દ્રોની સતત દેખરેખ રાખવામાં આવશે. સેવાઓની ગુણવત્તા જાળવવા માટે જરૂર પડ્યે કડક પગલાં લેવામાં આવશે. આ પોષણ પખવાડિયાથી સમાજના નબળા વર્ગોમાં આરોગ્ય અને પોષણ પ્રત્યે સભાનતા વધશે તેવી આશા વ્યક્ત કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধেমাজি পৌৰসভা প্ৰাঙ্গনত অসম ৰাজ্যিক নগৰীয়া জীৱিকা অভিযানৰ সহযোগত ত্ৰিৰংগা বিক্ৰী কেন্দ্ৰ "শুভ উদ্বোধন কৰে"
ধেমাজি ২৬জুলাই,দেশৰ মাননীয় প্ৰধান মন্ত্ৰীৰ ডাঙৰীয়া আগ্ৰহ ক্ৰমে সকলো ঘৰে ঘৰে তিৰঙ্গা পাতকা উৰুৱা...
અંબાજીમાં માર્બલના વેપારીએ સસ્તી ગાડીના ચક્કરમાં રૂ. 31.50 લાખ ગુમાવતાં ચકચાર
અંબાજીના માર્બલના વેપારીએ રાજસ્થાનમાં આબકારી વિભાગમાં પકડાયેલ ગાડી સસ્તા ભાવે લેવા રૂ. 31.50 લાખ...
Haldwani Violence Updates: हल्द्वानी में अब कैसे हैं हालात? Ground Report (BBC Hindi)
Haldwani Violence Updates: हल्द्वानी में अब कैसे हैं हालात? Ground Report (BBC Hindi)
मोटोरोला के सस्ते 5G Smartphone को लेकर नहीं थम रहा यूजर्स का क्रेज, धड़ाधड़ हो रही बिक्री; आज दोबारा सेल
एक सस्ता 5G स्मार्टफोन खरीदना चाह रहे हैं तो मोटोरोला के न्यूली लॉन्च फोन Moto G45 5G को चेक किया...
દાહોદ જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા એ ઝાલોદ ના ગણેશમંડળો ની મુલાકાત લઈ દર્શન કર્યા
દાહોદ જિલ્લા પ્રમુખ શીતલબેન વાઘેલા એ ઝાલોદ ના ગણેશમંડળો ની મુલાકત લઈ દર્શન કર્યા
પ્રથમ...