રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજવામા આવ્યા
રાજુલા શહેરના ભેરાઇ રોડ ખાતે આવેલ જુના સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં
ત્રિશુલ દીક્ષા, ધ્વજારોહણ અને સન્માન કાર્યક્રમ યોજાયો. ખાસ આ કાર્યક્રમમાં પરિષદના કેન્દ્રીય સહમંત્રી આનંદજીભાઇ હરબોલા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. સૌપ્રથમ ૧૫૧ બજરંગ દળના યુવાનોને ત્રિશુલ દિક્ષા ગ્રહણ કર્યા હતાં. અને ગૌમાતા સનાતન ધર્મ રક્ષા કરવા શપથ લીધા હતા. તેમજ રાજુલા શહેરના શહિદ ચોક ખાતે જય શ્રી રામના નાદ સાથે ધ્વજ ચડાવવામા આવી હતી. સાથોસાથ રાજુલાના પત્રકાર મિત્રોનું વિશ્વ હિન્દુ પરિષદ રાજુલા દ્વારા કેન્દ્રીય સહમંત્રી તથા સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાના આગેવાનોની અધ્યક્ષતામાં પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ભગવાન શ્રીરામની પ્રતિમા આપી પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જે બાદ સૌરાષ્ટ્ર વિશ્વ હિન્દુ પરિષદની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા પરીષદના આગામી કાર્યક્રમો અંગે ચર્ચાઓ કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં રાજુલા શહેરના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઇ ચાંદુ, ગૌરાગભાઇ મહેતા, ચિરાગ. બી. જોષી, મનિષભાઇ વાધેલા, કીર્તિભાઇ ચુડાસમા, જીલ્લા મંત્રી કમલેશભાઇ સાખંટ, સાવરકુંડલા જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ વિપુલભાઇ પરમાર, જગદીશભાઇ રૈયાણી, મહેશભાઇ કણજરીયા, વિરમદેવસિંહ જાડેજા તથા પરીષદના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આગામી ૬ એપ્રિલના રોજ રાજુલા શહેરમાં રામનવમીના તહેવારના પાવન પર્વે શોભાયાત્રામાં જોડાવા માટે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું
વીરજી શિયાળ