ખંભાતના ગોલાણા ખાતે નવીન kdcc સેન્ટ્રલ બેંકનું ઉદઘાટન કાર્યક્રમ અને નાણાંકીય સાક્ષરતા અભિયાન કેમ્પ યોજાયો.  

ખંભાતના ગોલાણા મુકામે ધી ખેડા જિલ્લા ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ.બેંક નડીઆદની 13 વર્ષ બાદ દ્વિતીય નવીન શાખા ગોલાણા શાખાનું ઉદઘાટન કાર્યક્રમ અને નાણાંકીય સાક્ષરતા અભિયાન કેમ્પ યોજાયો હતો.જે દરમિયાન ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ, કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ તેમજ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારના હસ્તે રીબીન કાપી ગોલાણા શાખાને ખુલ્લી મુકવામાં આવી હતી.પ્રથમ દિવસે જ 3 બેંક ધારકોને સોલાર પેનલ માટે ઝીરો ફાઈલ ચાર્જ સાથે લોન મંજૂરીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલે જણાવ્યું હતું કે, Kdcc બેંક ગુજરાતની પ્રથમ વોટ્સએપ બેંક છે.દૂધ મંડળીમાંથી જ પશુપાલક દૂધના નાણાં માઇક્રો ATM મારફતે ઉપાડી અને મૂકી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે.વધુમાં નાણાંકીય સાક્ષરતા અભિયાન (ફાઇનાન્સિયલ લિટરેસી કેમ્પ - FLC ) માં બેન્કની ડિપોઝિટ યોજનાની સમજૂતી ,કેવાયસી અંગેની જાગૃતિ,ડિજિટલ બેન્કિંગ તથા માઈક્રો એટીએમની સમજુતી,બેંકની વિવિધ ધિરાણલક્ષી યોજનાની માહિતી,રિકવરી અંગેની માહિતી ,સામાજિક જન જાગૃતિ અંગેની સમજૂતી,સી ટુ સી ( સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર),સેવા મંડળીઓનું કોમ્પુટર રાઇઝેશન,સેવા મંડળી સી એસ સી (કોમન સર્વિસ સેન્ટર) અંતર્ગત મંડળીઓ વિવિધ કામગીરી કરી શકશે તેવી માહિતી આપવામાં આવી હતી. 

કાર્યક્રમ રમિયાન વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારે ઉપસ્થિત મહેમાનોને શાબ્દિક પ્રવચન થકી આવકાર કરતા જણાવ્યું હતું કે, સૌ પ્રથમ વાર પોતાનો વ્યવસાય કરવો હોય, ખેતી વિષયક ધિરાણ હોય, પશુપાલક વિષયક ધિરાણ હોય તમામ સેવાઓ કેડીસીસી બેંક ઘર આંગણે પહોંચી છે.પ્રથમવાર સમગ્ર ગુજરાતમાં બેંકે આગવું આયોજન કરી વોટ્સએપ બેન્કિંગ શરૂ કરી છે.જેથી છેવાડાનો માનવી પોતાનું બેલેન્સ, પાસબુક સહિત બેન્કિંગ ઇન્કવાયરી પોતાના વોટ્સએપમાં મેળવી શકે છે. કેડીસીસી બેંકે સહકારથી સહકાર થકી 2500 કરોડથી વધુ 4 હજાર કરોડ કાર્યભંડોળ વધાર્યું છે.આવનાર સમયમાં મેનેમેન્ટના સહયોગથી 10 હજાર કરોડ કાર્ય ભંડોળ પહોંચે તે માટે પ્રયત્નશીલ છે.પહેલા પાક ધિરાણ સિવાય કોઈ કાર્ય થતું ન હતું.આજે ખેડૂતો અને પશુપાલકોના દીકરા દીકરી વિદેશ અભ્યાસ કરે તે માટે ધિરાણ કરે છે.જે માટે 24 કલાકમાં લોનની પ્રોસેસ પૂર્ણ કરવામાં આવે છે.છેવાડાના ગામોની દૂધમંડળીઓમાં માઇક્રો Atmની સુવિધા ઉભી કરાઈ છે.જેનાથી સભાસદ પોતાના નાણાં ઘર આંગણે ઉપાડી અને મૂકી શકશે.વધુમાં ખેડૂત અને પશુપાલકોનું ખાતું kdccમાં ફરજિયાત હોય અને નાના મોટા બેંક વ્યવહાર kdcc બેંક થકી જ થાય અનુરોધ કર્યો હતો.

ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઘણા વર્ષો બાદ જિલ્લામાં 6 નવી શાખાઓનો ઉમેરો થયો છે.તે બદલ kdcc બેંકના ચેરમેન, વાઇસ ચેરમેન અને બેંક પરિવારને અભિનંદન પાઠવું છે.આવનાર સમયમાં નવી શાખાઓ ઉભી કરાય અને જેનો લાભ ખંભાતના અન્ય છેવાડાના ગામોને મળે તે માટે રજૂઆત કરી હતી.

જે દરમિયાન ગોલાણા ,ગણેશપુરા, હૈદરપૂરા, રોહિણી,તરકપુર, મીતલી, પાંદડ,ગોપાલપૂરા સહિતના આજુબાજુ ગામોના સહકારી આગેવાનો તથા ગામના અન્ય આગેવાન તથા બેન્કના અધિકારીઓ અને કર્મચારી, દૂધ મંડળીના ચેરમેનો, ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

(અહેવાલ : સલમાન પઠાણ : ખંભાત)