ખેડાના રઢુમાં બુટલેગરોની દાદાગીરી:
પોલીસ રેઇડ વખતે દારૂની બોટલ તોડી નાખી, ધમકી આપી; બે FIR નોંધાઈ.
ખેડા તાલુકાના રઢુ ગામમાં બુટલેગરોએ પોલીસની સામે દાદાગીરી કરતા ચકચાર મચી છે. પોલીસે ગતરાત્રે રઢુ ગામની હાઈસ્કૂલ પાસે આવેલા પાન પાર્લર પર દરોડો પાડ્યો હતો. અહીંથી રણજીત ઉર્ફે ભુરો સોલંકી અને રાજેશ ઉર્ફે રાજુ સોલંકી નામના બે શખ્સો પાસેથી ત્રણ બિયરની બોટલ મળી આવી હતી.
દરોડા દરમિયાન બુટલેગરો એ પોલીસ સાથે ખેંચતાણ કરી એક બોટલ ઝૂંટવી લીધી હતી. તેમણે પોલીસની સામે જ બોટલ તોડી નાખી હતી. આ દરમિયાન મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. બુટલેગરો એ પોલીસને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે ધારિયા અને તલવારો બતાવી ઉશ્કેરણી કરી હતી. આ દરમિયાન રાજેશ ઉર્ફે રાજુ સોલંકી ફરાર થઈ ગયો હતો.
ખેડા ટાઉન પોલીસે આ મામલે બે અલગ-અલગ F.I.R નોંધી છે. એક પ્રોહિબિશન નો કેસ અને બીજો પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ નો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
રિપોર્ટર : અનવર સૈયદ ઠાસરા ખેડા જિલ્લા ગુજરાત.