આણંદ એલ.સી.બી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, ધુવારણ ડેરી પાસે મનુભાઈ માવસંગ સોલંકી વિદેશી દારૂનો વેચાણ કરે છે.જે બાતમીને આધારે એલ.સી.પોલીસે ઇસમને ઝડપી પાડી હાથમાંની થેલીમાં તપાસ કરતા જેમાંથી 2 વિદેશી દારૂની બોટલો તેમજ 6 નંગ ક્વોટરીયા મળી આવ્યા હતા.જેની કિંમત 1600 રૂપિયા જેટલી થવા જાય છે.પોલીસે પકડાયેલા મનુભાઈ માનસંગની પૂછપરછ કરતા ઉકત મુદ્દામાલ રાલજ ખાતે રહેતો દશરથ ઉર્ફે જુગો મનસુખભાઈ દેવીપૂજક અને મોતીપૂરા ખાતે રહેતો અનિલ વાઘજીભાઇ રાઠોડ રિક્ષામાં આપી ગયા હોવાની કબૂલાત કરી હતી.જેથી ખંભાત ગ્રામ્ય પોલીસે 3 શખ્સો સામે પ્રોહિબિશન ધારાની જુદી જુદી કલમો મુજબ ગુનો કાર્યવાહી હાથ ધરી છે.