દિયોદર G.I.D.C ના પ્રમુખ પદે જયંતિભાઈ દોશી ની બિનહરીફ વરણી...દીયોદર ઔદ્યોગિક વેલ્ફેર એસોસિએશન જી.આઈ.ડી.સી ની દિયોદર ની જનરલ સભા ગત તારીખ ૨૦/૮/૨૦૨૩ ના રોજ દિયોદર જી.આઈ.ડી.સી ની કાર્યાલય ખાતે યોજાઈ હતી. છેલ્લા દસ વર્ષથી કાર્યરત જી.આઈ.ડી.સી ની સ્થાપના ૨૬/૦૯/૧૩ ના રોજ થયેલ છે.૧૦૦ થી વધુ સભ્યો ધરાવતી આ જી.આઈ.ડી.સી.માં સતત ત્રીજી ટર્મ માં દિયોદરના જૈન શ્રેષ્ઠી અને સહકારી આગેવાન તેમજ જીવદયા પ્રેમી શ્રી જયંતિભાઈ બાપુલાલ દોશી ની ત્રીજી ટર્મ માટે બિન હરીફ વરણી કરવામાં આવી છે.સહકારી આગેવાન એવા જ્યંતીભાઈ દોશી જેઓ પછાત વિસ્તાર માં છેલ્લા ૧૦ વર્ષ થી જી.આઈ.ડી. સી નું સંચાલન કરે છે.૭૨ વર્ષ ની જૈફ વયે પોતાની આગવી કોઠાસૂઝ ને લીધે યુવાનને પણ શરમાવે તેવી કામગીરી ઊડીને આંખે વળગે છે.જી આઇ ડી સી ના વેપારી મિત્રો ને સાથે રાખી ખભે થી ખભો મિલાવી કામગીરી વેગવંતી બને અને જીઆઇડીસી નો વ્યાપ વધે તે માટે સુંદર કામગીરી કરી રહ્યા છે ત્યારે આ વ્યાપારી મિત્રોએ સર્વ સાથે મળી ફરી એક વાર ત્રીજી ટર્મ માટે પોતાની વરણી કરી છે તે ખરેખર ગૌરવની વાત છે.આ સભા માં પ્રમુખ તરીકે દોશી જ્યંતીભાઈ બાપુલાલ ,ઉપ પ્રમુખ તરીકે પંચાલ જ્યંતીભાઈ અમથાભાઈ ,મંત્રી તરીકે જોશી દયારામભાઈ તેમજ નવીન સભ્યો તરીકે પરમાર સમુબેન રધાભાઈ, જોશી મનહરભાઈ ડામરભાઈ ,ઠક્કર મુકેશભાઈ પોપટલાલ, જોશી દેવરામભાઈ આર,, પંચાલ મુકેશભાઈ અમથાભાઈ ,પંચાલ પીરાભાઈ માવજીભાઈ,પટેલ વિજય ભાઈ રામજીભાઈ,મકવાણા છોટુભાઈ સગથાભાઈ, પટેલ અમથાભાઈ ભેમાભાઈ,મેમણ યાસીનભાઈ,માળી દલપતભાઈ નાગજીભાઈ અને મોદી ભરતભાઈ બાબુલાલ ની વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે સહકારી આગેવાન એવા શ્રી ઈશ્વરભાઈ તેજાભાઈ પટેલ ગાગોલ (ડિરેક્ટર શ્રી બનાસ ડેરી બનાસ બેન્ક ) અને દિયોદર ના પૂર્વ સરપંચ કે.પી. માળી ઉપસ્થિત રહી જી. આઈ. ડી. સી ના નવીન બોર્ડ ઓફ ડિરેક્ટરો ને અભિનંદન આપ્યા હતા.ત્યારે ડિરેક્ટર શ્રી ઈશ્વરભાઈ જણાવ્યું હતું કે દોશી જ્યંતીભાઈ ના અથાગ પ્રયત્નો થી છેલ્લા ૧૦ વર્ષ થી આ જી. આઈ. ડી. વેગવંતી બની રહી છે. અને જી.આઈ. ડી. સી ના વેપારી મિત્રો દિન પ્રતિદિન ધંધાકીય ક્ષેત્ર ઉત્તરોતર પ્રગતિ કરી સિદ્ધિ ના સોપાનો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું...