ધાનેરા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના કેસમાં 31 વર્ષથી ફરાર આરોપી અમરેલીથી ઝડપાયો હતો. આરોપી સતત સ્થળ બદલતો રહેતા તેને પકડવો મુશ્કેલ બન્યો હતો. અમરેલી પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને પકડી ધાનેરા પોલીસને સોંપ્યો હતો.
અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ ટીમને ચલાલા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે દિલવાર નાનજીભાઇ લલીયા ઉર્ફે બલીયાની ધરપકડ કરી હતી. તે ઝર ગામનો રહેવાસી છે. 31 વર્ષથી બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના કેસમાં ફરાર હતો. પોલીસ તેની શોધમાં હતી, પણ તે સતત સ્થળ બદલતો રહેતો હતો.
પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ.ની ટીમે આ સફળતા મેળવી હતી. લાંબા સમયથી ફરાર આરોપીને પકડી ધાનેરા પોલીસને સોંપ્યો હતો. ધાનેરા પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.