હાલોલના છૂટક અને જથ્થાબંધ અનાજ ના વેપારી ભોજરાજ મહેશ્વરી તે ભોજરાજ વિસનદાસ શાહ નામની પેઢીના પ્રોપાઇટરી કન્સર્ન ના પ્રોપરાઈટર ભોજરાજ વિસનદાસ શાહના કુલમુખત્યાર રે. ગાંધી ચોક હાલોલ દ્વારા અનાજ કરિયાણા નો વેપાર કરતા હાલોલના પાવાગઢ રોડ પરના મહમદી સ્ટ્રીટ પાસેના ઝઈદ ટ્રેડર્સ પ્રોપરાઈટર કાઝી સમીર એહમદ સામે હાલોલના એડી ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ સમક્ષ ચેક રિટર્ન ની ફરીયાદ દાખલ કરી જણાવેલ કે આરોપી પેઢી ફરિયાદી પાસેથી વર્ષોથી માલ લેતા હતા અને તેઓનું ખાતું ફરિયાદી પેઢીમાં ચાલે છે. તા ૩૧/૦૩/૨૨ સુધીની જે માલ મેળવેલ તેના હિસાબ પેટે આરોપી પાસે રૂ ૪૩,૪૮,૩૪૦/ લેવાના બાકી રહેલા જે રકમની ફરિયાદીએ ઉઘરાણી કરતા તા.૧૮/૦૫/૨૩ ના રોજ નો આરોપીએ પોતાના એચડીએફસી બેંક ના ખાતાનો ચેક લખી આપ્યો હતો જે ચેક ફરિયાદીએ તા ૧૯/૦૫/૨૩ ના રોજ પોતાની બેંક ધી પંચ. ડી.કો ઓ બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળ ને કારણે પરત આવ્યો હતો જે બાદ ફરિયાદીએ પોતાના વકીલ મારફતે નોટિસ મોકલી આપી હતી જેનો કોઈ જવાબ નહી આપતા કે બાકી રકમ પણ નહી ચૂકવતા હાલોલના એડી ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ ની કોર્ટમાં ફરિયાદીએ પોતાના એડવોકેટ
જે.બી.જોશી મારફતે એન આઈ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. આરોપી તરફે લેણી રકમ કરતા વધુ રકમનો ચેક ભરેલ હોવાનુ અને વ્યાજના નાણા લેવા માટે ખોટી ફરિયાદ કરી હોવાની રજુઆત કરી હતી. ફરિયાદ પક્ષે પોતાના દસ્તાવેજ મા સ્પેશ્યલ પાવર ઓફ એટર્ની તથા આરોપીના એકાઉન્ટ ની નકલ તથા ફરિયાદી સંસ્થાનું હાલોલ નગરપાલિકા નુ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર, આરોપીના એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ અને રજુ કરેલ દસ્તાવેજ લિસ્ટ થી રજુ કરેલ. ફરિયાદી એડવોકેટ જે બી જોશી દ્વારા એચડીએફસી બેંક ના મેનેજર ને તપાસેલ જેમા જેમા એકાઉન્ટ ઓપનિંગ સમયે આરોપીએ રજુ કરેલ દસ્તાવેજ અને વર્ષ ૨૦૨૧/૨૨ ના સમયના વ્યવહારો ના ખાતાનો ઉતારો રજુ કર્યો હતો જેથી આરોપી એચડીએફસી બેંકમાં ખાતું ધરાવતા જ વ્યક્તિ હોવાનુ સ્પષ્ટ થાય છે વધુમા ખાતાની લેવડદેવડ મા આરોપીએ ઝઈદ ટ્રેડર્સ ના ખાતામાંથી ફરિયાદીના ખાતામાં રકમ જમા થઈ હોવાનું પણ જણાયેલ છે જેથી આરોપી અને ફરિયાદી વચ્ચે માલ ખરીદીનો વ્યવહાર થયો હોવાનું સ્પષ્ટ થયું છે. ફરિયાદીએ પોતાનો ઓડિટ રિપોર્ટ અને આરોપીની ખાતાવહી રજુ કરેલ જેથી ફરિયાદી નુ આરોપી પાસે કાયદેસરનું લ્હેણુ નહી હોવાનું માનવાને કોઈ કારણ નથી. માત્ર મૌખિક નિવેદન આધારે આરોપીએ પોતાના ચેકનો ફરિયાદીએ દુરુપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતુ પરંતુ આ બાબતે ફરિયાદી સામે કોઈ કાર્યવાહી કરી હોય, નોટિસના જવાબમાં કોઈ બચાવ લીધો હોય કે રેકર્ડ પરના પુરાવાથી આવી કોઈ હકીકત રજુ કરેલ નથી તેથી ફરિયાદીએ ચેકનો દુરુપયોગ કર્યો હોવાની હકીકત માનવાને કોઈ કારણ નથી તમામ હકીકતો અને પડેલા પુરાવા ધ્યાને લઈને હાલોલના એડી ચીફ જ્યુ મેજિસ્ટ્રેટ સી જે પટેલ દ્વારા આરોપી ઝઈદ ટ્રેડર્સ પ્રોપરાઈટર કાઝી સમીર એહમદ ને સીઆરપીસી કલમ ૨૫૫(૨) અન્વયે એનઆઈ એક્ટ ની કલમ ૧૩૮ મુજબના ગુનામાં દોષિત ઠેરવી એક વર્ષની સજા નો તથા ચેકની રકમ ફરિયાદ દાખલ કર્યા તારીખથી વાર્ષિક ૯ ટકા ના વ્યાજ સાથે એક માસમાં ફરિયાદીને ચૂકવી આપવાનો આદેશ આજ રોજ ૧૭ /૦૩/૨૫ ના રોજ કર્યો છે.