ડોલીવાસ વિસ્તારમાંથી શનિવારે એસ.ઓ.જી. પોલીસે બે અલગ-અલગ ખેતરોમાંથી ગાંજાના 718 છોડ ઝડપી પાડયા હતા.પોલીસે રૂ. 5.32 લાખની કિંમતનો 53.265 ગ્રામ ગાંજો ઝડપી પાડયો હતો.ભાગથી ખેતી કરતા હતા બંને આરોપીઓએ ખેતરના શેઢા ઉપર ગાંજાના છોડ ઉગાડ્યા હતા.

ડીસા તાલુકાના ડોલીવાસથી બનાસ નદી તરફ જતા હનુમાનજી મંદિરની સામે આવેલ રાજુભાઇ રસીકભાઇ સૈનીના ખેતરમાં ભાગથી ખેતી કરતાં ધારસીંગ પચાણસીંગ ચૌહાણ (રહે. મામવાડા, તા. સિદ્ધપુર, જી. પાટણ)ના ખેતરમાંથી રૂ. 3,64,650 ની કિંમતના 36.465 કિલોગ્રામના 464 ગાંજાના છોડ મળી આવ્યા હતા.

જ્યારે કેશરસિંહ પરબતસિંહ વાઘેલા (મૂળ રહે.વડવાસ, તા.દાંતીવાડા, હાલ રહે. ડીસા) ના ખેતરમાથી રૂ. 1,68,000 ના 16.800 કિલોગ્રામના 254 ગાંજાના છોડ મળી આવ્યા હતા.બંનેએ ખેતરના શેઢા ઉપર ગાંજાના છોડ ઉગાડ્યા હતા.પોલીસે બંને આરોપીઓને ઝડપી ગાંજાના છોડ કબજે કર્યા હતા.