તાંત્રિક વિધિના નામે 5 વર્ષની બાળકીની હત્યા

છોટા ઉદેપુરમાં લાલુ તડવી નામના એક ભૂવાએ તાંત્રિક વિધિના નામે હત્યા કરી દીધી છે. ભૂવો આટલેથી ન અટકતાં અન્ય એક બાળકની બલિ ચઢાવવા લઈ જતો હતો, ત્યારે ગ્રામજનોએ આ ભૂવાને જોઈ જતાં તાત્કાલિક પોલીસને ફોન કરી ભૂવાને જેલના સળિયા પાછળ મોકલી દીધો છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ, માસૂમને તેને પોતાની ઝૂંપડીમાં બનાવેલાં મંદિરે લઈને આવ્યો. બાદમાં મંદિર પાસે બાળકીને તાંત્રિક વિધિના નામે કુહાડીથી તેનું ગળું કાપી નાંખી તેની હત્યા કરી દીધી હતી. તાંત્રિકે 5 વર્ષની બાળકીની બલી ચડાવી: પડોશી બહાર રમતી સીતાને ઉપાડી ગયો, બાળકી રડતી રહી અને તાંત્રિકે કુહાડીથી ગળું કાપી લોહી મંદિરમાં ચડાવ્યું