ભાજપ નેતા CR પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલ હવે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી રહયા છે અને  પોલિટિકલ લાઈનમાં  કારકિર્દી બનાવવા સક્રિય થયા છે.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલ પણ હવે પિતાના પગલે પગલે રાજકારણમાં પ્રવેશ કરવાની શરૂઆત કરી છે.
રાજકારણમાં સીઆર પાટીલ સફળ રણનીતિકાર સાબિત થયા છે અને પોલિટિકલ ફિલ્ડમાં નામ બનાવ્યું છે ત્યારે આ ફિલ્ડમાં તેઓના પુત્ર પણ હવે રાજકારણના પાઠ શીખશે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી આગામી દિવસોમાં યોજાઈ રહી છે,આ સેનેટની ચૂંટણીમાં સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલ ડોનર સીટ ઉપરથી ABVPના ઉમેદવાર બન્યા છે.
14 ઓગસ્ટના રોજ સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જોરદાર તૈયારીઓ શરુ થઈ છે. આ વખતે સેનેટની ચૂંટણીમાં
ભાજપ, કોંગ્રેસ અને આપ આ વખતે મેદાનમાં ઉતરતા ત્રિપાંખિયો જંગ થશે.