દાહોદ  શહેર માં વુમનીયા ગૃપ ની મહીલા ઓ દ્વારા હોળી નજીક આવતા જ ફાગ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો હોય ત્યારે દાહોદ જીલ્લા મા હોળી ના તહેવાર નુ મહત્વ અતી મહત્વ હોય છે ત્યારે દાહોદ શહેર ના રાધે ગાર્ડન મા વુમનીયા ગ્રુપ દ્વારા સામાજિક સમરસતા ના ભાગરૂપે ફાગ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી .આ ફાગ મહોત્સવ મા દાહોદ શહેર ,લીમડી ,ઝાલોદ ની અલગ અલગ સમાજ ના કુલ 35 જેટલા મંડળો એ ભાગ લીધો હતો . જેમા વિવિધ સમાજ ની મહીલા મંડળ ની બહેનો એ પોતાનુ ગીત તૈયાર કરીને લાવેલા ગીત ગાવા નુ હોય છે તેમજ મહીલા ઓ દ્વારા રાધાક્રુષ્ણ, શંકર-પાર્વતી ની જોડી જેવી અનેક વેશભૂષા ધારણ કરી ને મહીલા ઓ એ મન મુકીને પણ નાચગાન કર્યુ હતુ.અને મન મુકીને ફાગોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામા આવી. આ ફાગ ઉત્સવમાં ફૂલો અને ગુલાલ થી હોળી રમવામાં આવી જેમાં બહેનો દ્વારા એકબીજા પર ફૂલોની વરસાદ કરી ગુલાલ લગાડી ફાગ ઉત્સવની ઉજવણી કરી હતી આ ફાગ ઉત્સવમાં બહનો દ્વારા કરવામાં આવેલ ડાન્સને લોકોએ બિરદાવ્યું હતું અને સમગ્ર ફાગ ઉત્સવના પંથકમાં ગુલાલ અને ફૂલની વરસાદથી મહેકી ઉઠ્યું હતું, સમગ્ર કાર્યક્રમ દરમિયાન સમગ્ર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સાંસદ જશવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરંણ ડામોર કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા