હવામાન વિભાગના આગાહી અનુસાર રાજ્યમાં આગામી 28 અને 29 મે ના રોજ અનેક વિસ્તારોમાં માવઠુ પડાવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડુતોની ચીંતામાં વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે અને તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.