સૌરાષ્ટ્ર જિલ્લાના પ્રેસ રિપોર્ટર જુનેદભાઈ મન્સૂરીની લાડકવાઈ દીકરી આફિયાએ રમજાનનો પહેલુ રોજુ રાખી ખુદાની બંદગી કરી.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રહેતાં જુનેદ ભાઈ મન્સૂરી યુવા પત્રકારની લાડકવાયી દીકરી આફિયા 5 વર્ષની ઉમરે રમજાન શરિફનું પોતાના જીવનમાં પેહેલું રોજુ પૂરું કરિયું રોજુ રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી.
મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનાની શરૂઆત થઈ છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો સવાર ના 5 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરતા હોય છે તેમાં હવે નાના ભુલકાઓ પણ બાકાત રહયા નથી તેવો પણ રોજા રાખે છે રમજાન માસની શરૂઆતમાં પહેલો રોજો ટીંબી ગામમાં રહેતા જુનેદભાઈ મન્સૂરી યુવા પત્રકારની લાડકવાયી દીકરી આફિયાબેનએ જીવનનો પહેલો જ રોજો રાખીને અલ્લાહની ઈબાદત કરી અને હિન્દુસ્તાનમાં કોમી એખલાસ ભર્યું વાતાવરણ અને ભાઈચારા સાથે દેશ માં અમન અને શાંતિ રહે તેવી દુવા કરી હતી.