ડીસાના ભડથ ગામના અને હાલ ધંધાર્થે હાલોલ સ્થાયી થયેલા સેવાભાવી જૈન યુવક ઉલ્લાસ સુરેશકુમાર જવાનમલજી સંઘવીનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

જેઓ હંમેશા જૈન ધાર્મિક કાર્યોમાં સક્રીય રહેતાં અને સાધુ-સાધ્વી ભગવંતોની વૈયાવચ્છમાં અગ્રેસર રહેતા હતા.તેમના નિધનથી સકલ સંઘ સહીત જૈન સમાજ અને ભડથ ગામને મોટી ખોટ પડી છે.

ઉલ્લાસભાઇની અંતિમ યાત્રામાં અશોકકુમાર, દિનેશકુમાર, સુરેશકુમાર, જુગરાજ અને સમસ્ત સંઘવી પરિવાર (ભડથ નિવાસી) સહીત જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે ભડથ જૈન સંઘના અગ્રણી મુકેશભાઇ શાહે જણાવ્યું હતું કે, માત્ર 28 વર્ષની નાની ઉલ્લાસભાઇના નિધનથી અમારા જૈન સંઘને ખૂબ જ મોટી ખોટ પડી છે.