રાજુલામાં આવતીકાલે ભવ્ય એરટેલ ફાયબર ઈન્ટરનેટ સર્વિસનું લોન્ચિંગ કાર્યક્રમ યોજાશે.

રાજુલા શહેરમાં સૌપ્રથમવાર એરટેલ ફાયબર ઈન્ટરનેટ સર્વિસનું લોન્ચિંગ કાર્યક્રમમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ સુપ્રસિદ્ધ કલાકાર રીતીકા ઝિલ્કા,જીયા જોષી, જુનિયર નરેશ કનોડિયા(કિશોર ડાભી) પધારવાના છે. તેમજ ધારાસભ્ય હીરાભાઇ સોલંકી તથા મહંશ્રી સનાતનદાસ બાપુ( કેસરીનંદન હનુમાનજી મંદિર) આશીર્વચન આપવા માટે પધારવાના છે. આ એરટેલ ફાયબર ઈન્ટરનેટ સર્વિસના લોન્ચિંગ કાર્યક્રમમાં રાજુલાની જાહેર જનતાને પધારવા માટે કમલેશભાઇ મકવાણા, રેખાબેન મકવાણા, શિવમભાઇ મકવાણા દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે..