પોલીસ અધિક્ષકની કચેરી ભાવનગર દ્વારા જિલ્લામાં 14 પી.એસ.આઇ ની આંતરિક બદલી જાહેર હિતમાં કરવામાં આવી છે. જેમાં મહુવા તાલુકાના ખુટવડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.બી ગુર્જરની મહુવા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી તેમ ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર રવિન્દ્ર પટેલ દ્વારા એક અખબાર યાદીમાં જણાવેલ છે.