ડીસા માંથી રૂપિયા 17.50 લાખનું શંકાસ્પદ ઘી નું જથ્થો ઝડપાયું..

ડીસામાં ફૂડ વિભાગની ટીમે મોટી કાર્યવાહી કરી છે, ટીમે જીઆઇડીસી‌‌ માં આવેલી શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસમાં દરોડો પાડ્યો હતો, અહીંથી રૂપિયા 17.50 લાખની કિંમતનો 4037 કિલો ગાયના ઘી નો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે..

ડીસા જીઆઇડીસી માં આવેલી શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસમાં અખાદ્ય ઘી બનતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, અહીંથી ગૌમુખ અને જયવર્ધન સહિત જુદા જુદા બ્રાન્ડના પેકિંગમાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો..

ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી. એચ. પટેલે જણાવ્યું હતું કે, આ જથ્થો શંકાસ્પદ જણાતાં તેને સીઝ કરવામાં આવ્યો છે..

ડીસા માં નકલી ઘી બનાવતા માફિયાઓ ને જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેમ બિન્દાસ નકલી ઘી બનાવવામાં આવી રહ્યું છે, ફ્રુડ વિભાગે શ્રી નવકાર ડેરી પ્રોડેક્ટસમાં રેડ કરી હતી, જેનું લાયસન્સ છ માસ અગાઉ રદ કર્યું હતું, છતાં કાયદાના ઉપરવટ થઈને ઘી બનાવતા હોવાની માહિતી મળતા જ ફ્રુડ વિભાગે રેડ કરી હતી..

આ પ્રકારનું ઘી બનાવવા માટે પામ ઓઇલમાં વેજ ફેટ તેમજ બટર ઓઇલનું મોટા પાત્રમાં મિશ્રણ કરી, તેને બે વખત ગરમ કરી ઘી બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, બટર ઓઇલ એસેન્સનું કામ કરે છે..

આ પહેલા દિવાળી દરમિયાન ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત વિભાગે મોટી કાર્યવાહી કરી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ખાદ્યપદાર્થોનું ઉત્પાદન કરતા એકમો અને દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું..