મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ એ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબ, વાંકાનેર વિભાગ, વાંકાનેરનાઓએ સીધ્ધા માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેકટર એચ.વી.ધેલા તથા પોલીસ કર્મચારીઓએ * CEIR એપ્લીકેશનનો ઉપયયોગ કરી આમ જનતાના ખો વાયેલ મોબાઇલની જરૂરી વિગત મેળવી એપ્લીકેશનમાં અપડેટ કરી અને આ એપ્લીકેશનનું રોજે રોજે અપડેટ મેળવી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાંથી લોકોના ખોવાયેલ કુલ -૦૨ મોબાઇલ કી રૂ. ૪૩૦૦૦/-ના શોધી કાઢી અરજદારોને પરત સોંપી “ તેરા તુજકો અર્પણ" તથા પોલીસ પ્રજાનો મિત્રનું સૂત્ર વાંકાનેર સીટી પોલીસે સાર્થક કરેલ છે
કામગીરી કરનાર પોલીસ ઇન્સ. એચ.વી.ઘેલા તથા પોલીસ હેડ કોન્સ. વનરાજસિંહ અભેસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. બળદેવસિંહ મહાવીરસિંહ જાડેજા તથા વુમન પોલીસ કોન્સ. સંગીતાબેન અજીતભાઇ બગોદરીયા રોકાયેલ હતા.