દાહોદમાં શિવજી કી સવારીનું ભવ્ય આયોજનઃભક્તોમાં અનેરો ઉત્સાહ (( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )દાહોદ શહેરમાં શ્રી નીલકંઠેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા શિવજી કી સવારી ના ત્રીજા વર્ષનું ભવ્ય આયોજન આગામી 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ કરવામાં આવશે. આ પાવન પ્રસંગે, સમિતિ દ્વારા તમામ ભક્તજનો, શ્રદ્ધાળુઓ અને શિવપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભગવાનભક્તોની અપાર શ્રદ્ધાથી આ વર્ષે પણ \‘શિવજી કી સવારી\' નું ભવ્ય આયોજન કરાઈ રહ્યું છે.
આ યાત્રા શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર, દાહોદથી બપોરે 1 વાગ્યે શરૂ થશે અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. સાંજે 7 વાગ્યાથી શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ઉપર મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરાયું છે. આ યાત્રામાં ભગવાનશિવજીની વિશાળ શોભાયાત્રા, ભવ્ય શણગાર, મહાઆરતી અને પ્રસાદ વિતરણ જેવા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાના મુખ્ય આકર્ષણોમાં ભગવાન શ્રી આદિ યોગીની ભવ્ય ઝાંખી, કવાંટના કલાકારો દ્વારા લોકનૃત્યની પ્રસ્તુતિ, પ્રયાગરાજ મહાકુંભની અદભૂત ઝાંખી સાથે ત્યાંથી લાવેલા જળનો ભક્તો ઉપર છંટકાવ કરાશે