વઢવાણ ખાતે જન્માષ્ટમી ની શોભા યાત્રાનું આયોજન થયું છે ત્યારે કંસારા જ્ઞાતિના સમાજના લોકો દ્વારા શોભાયાત્રા નું સન્માન કરવામાં આવશે. છેલ્લા બે વર્ષથી કોરોના કારણે દરેક તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે દરેક તહેવારો ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાઈ રહ્યા છે ત્યારે વઢવાણ શહેરના કંસારા સમાજ તેમજ વૈષ્ણવ ભાઈ બહેનો તેમજ વૈષ્ણવ સમાજની હવેલી મંદિર ગોપાલ મંદિર તેમજ અન્ય મંદિરોમાંથી જ્યારે શોભાયાત્રા પ્રસ્થાન કરવાની છે.ત્યારે વઢવાણ કંસારા સમાજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ રાત્રીએ દરેક વૈષ્ણવ ભાઈઓ બહેનોની દર્શન સાથે જાય છે મોટી સંખ્યામાં દર્શન માટે લોકો પધારે છે ત્યારે 19.8 ના રોજ શુક્રવારે જન્માષ્ટમી મહોત્સવ આઠમના દિવસે વઢવાણ ખાતેથી શોભાયાત્રા નીકળનાર છે ત્યારે તેમાં કંસારા સમાજ તેમજ વૈષ્ણવ સમાજ જોડે અને તેનું સ્વાગત કરશે જેમાં કંસારા સુભાષભાઈ કંસારા પદમશીભાઈ કંસારા કમલેશભાઈ કંસારા પ્રવીણભાઈ કંસારા છોટાલાલ કંસારા રાજુભાઈ કંસારા વિનુભાઈ સહિતના જ્ઞાતિજનો દ્વારા શોભાયાત્રા નું સન્માનિત કરી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.