રાજુલાના ભાક્ષી ગામે મહિલા પર છરીના ઘા ઝીંકી હત્યાની કોશીશના ગુન્હાના આરોપીઓને વડોદરા નજીકથી ગણતરીના કલાકોમા પોલીસે ઝડપી પાડયા.
રાજુલા તાલુકાના ભાક્ષી-૦૧ ગામે મહિલા પર તેના પૂર્વ પતિએ છરીના ઘા ઝીંકી અને હત્યાની કોશિશના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં સંયુક્ત રીતે રાજુલા પોલીસે તથા સાવરકુંડલા નાસતા ફરતાં સ્કવોડ ૩ આરોપીને ઝડપી પાડયા હતા. મળતી વિગતો અનુસાર આ કામના આરોપી જે ફરીયાદી મહિલાના પતિ થતા હોય અને અને ફરીયાદી મહિલાએ આ કામના મુખ્ય આરોપી તેનો પતિ રાજુ વિરુધ્ધ મારઝુડ તથા ભરણપોષણની ફરીયાદ સુરત ખાતે કરેલ હોય અને બે વર્ષથી આ ફરીયાદી મહિલા ભાક્ષી-૦૧ ગામના રહેવાસી સાથે મૈત્રી કરાર કરી રહેતા હોય જેથી આ કામના મુખ્ય આરોપીને સારૂ નહી લાગતા સુરત થી આવી અને ભાક્ષી-૦૧ ગામે આવીને ફરીયાદી મહિલાના ઘરે ગેરકાયદેસર પ્રવેશ કરી અને ફરીયાદી મહિલાને જાનથી મારી નાખવાના ઇરાદે છરીના બે જીવલેણ ઘા ઝીંકી હાથ તથા નાક પાસે ગંભીર ઇજા કરેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. અન્ય બે માણસો સાથે મળી ગુન્હાને અંજામ આપીને નાસી છૂટયા હતા. આ અંગે રાજુલા પો.સ્ટે. એ.પાર્ટ ૧૧૧૯૩૦૫૦૨૫૦૦૮૫/૨૦૨૫ BNS કલમ ૧૦૯(૧), ૧૧૮(૧), ૩૩૩,૩૫૨, ૩૫૧(૩),૫૪ મુજબના ગુન્હાનો કરેલ જેથી આ ગુન્હાની ગંભીર દાખવી રાજુલાના પીઆઇ વી.એમ. કોલાદરા દ્વારા આરોપીને તાત્કાલીક શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ દીશામા તપાસ કરતા આરોપી ગુન્હાને અંજામ આપીને સુરત તરફ નાસી ગયેલ હોય જેથી આરોપીને ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે ગણતરીની કલાકોમા જ (૧) રાજેશભાઇ ઉર્ફે રાજુ નારણભાઇ ઘોઘારી, (૨) પરેશ ઉર્ફે કાળુ નારણ ઘોઘારી આમ ત્રણેય આરોપીઓને કરજણ જી. વડોદરા ખાતે કરજણ પોલીસ સ્ટેશનની ટીમ ની મદદ થી શોધી કાઢી અને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. આ કામગીરી સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈધના માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ.કોલાદરા તથા પીએસઆઇ કે.ડી.હડીયા, તથા સાવરકુંડલા ડીવીઝન નાસ્તા ફરતા સ્કવોડના ઇન્સાર્જ પો.સબ ઇન્સ આર.એસ.રતન, એ.એસ.આઇ મધુભાઇ પોપટ, તથા હેડ.કોન્સ. હરપાલસિંહ ગોહિલ, હેડ.કોન્સ. હરેશભાઇ બી. વાળા, હેડ.કોન્સ મનુભાઇ માંગાણી, હેડ.કોન્સ હરેશભાઇ બાભણીયા, પો.કોન્સ મહેશભાઇ બારૈયા, રવીભાઇ વરૂ, ઘનશ્યામભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ છે.