હિંમતનગર માં મહોરમ ના તહેવારની ભવ્ય ઉજવણી.
મોહરમ નો મહિનો ઇસ્લામી વર્ષનો પ્રથમ મહિનો છે મોહરમના મહિનાથી મુસ્લિમો નું નવું વર્ષ શરૂ થાય છે, શહીદે કરબલા હઝરત ઇમામ હસન અને હુસેન આપના 72 સાથીઓની શહાદત ના ગમ માં તાજીયાનો જુલુશ કાઢવામાં આવે છે આ તહેવાર નિમિતે હિંમતનગર ના છાપારીયા માં તાજીયાનો જુલુસ કાઢવામાં આવ્યો હતો,જુલુસ દરમ્યાન વરસાદ ચાલુ હોવા છતાં ભારે ભીડ જુલુસ જોવા આવી હતી છાપરીયા યંગ કમિટી ઘ્વારા અખાડા ના અવનવા રોચક કરતબ રજુ કરવામાં આવ્યા હતા, આ જુલુશમાં છાપારીયા કસ્બા જમાતના અગ્રણીઓ એ હાજર રહી શાંતિ ભાઈચારા થી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી હિંમતનગર છાપરીયા કસ્બા વિસ્તારમાં ફૂલ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, બીજું તાજીયાનું જુલુસ હાજીપુરા હુસેની ચોકે આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા હુસેની ચોકમાં હુસેની માહોલ છવાયો હતો,
કોરોના ના બે વર્ષ બાદ ચાલુ વર્ષે શાનદાર રીતે હાજીપુરા માં પણ મોહરમ ના તાજીયા ના જુલુસ ની ઉજવણી કરવામાં આવી Atn News Sabarkantha