અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયા તથા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં પહોંચ્યા.
વિશ્વભરમાં પ્રસિદ્ધ પ્રયાગરાજ કુંભ મેળો જે ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે યોજાય છે. ત્યારે અમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયાએ પવિત્ર સ્નાન કરી શ્રદ્ધા અર્પણ કરી હતી. આ તકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઇ તળાવીયા સહીત ભાજપના આગેવાનો મહાકુંભ મેળામાં પહોંચ્યા હતા. વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક મહાકુંભ મેળો માત્ર ધાર્મિક તહેવાર જ નહીં પણ વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો મહાસમારંભ છે. અને કરોડો શ્રદ્ધાળુઓ ભક્તિ અને આત્મશુદ્ધિ માટે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા ઉમટે છે. અને ત્રિવેણી સંગમમાં શાસ્ત્રીય વિધિ મુજબ પવિત્ર સ્નાન કર્યું હતું. અને રાષ્ટ્રની શાંતિ, પ્રગતિ અને પ્રજાના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે વિવિધ સાધુ-સંતો અને અખાડાઓની મુલાકાત લીધી અને આશીર્વાદ મેળવ્યા હતા