આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે ઈટાલિયાનો વિડિયો વાઈરલ થયા બાદ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા પંચે (NCW) આજે બપોરે 12:30 વાગ્યે બોલાવ્યા હતા. ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હીમાં તેમની ધરપકડ કરાઈ છે. 

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી સામે વાંધાજનક શબ્દ પ્રયોગથી સમગ્ર દેશની મહિલાઓનું અપમાન થયાનું કહી NCWએ ઈટાલિયા સામે નોટિસ કાઢી હતી. ઈટાલિયા આ નોટિસનો જવાબ આપવા ગુરુવારે બપોરે NCWની દિલ્હી સ્થિત ઓફિસ પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાઓને સંબોધીને ઈટાલિયાનો જૂનો વીડિયો વાયરલ થયો હતો.