તાલુકાના લોર ગામે આવેલ શ્રી સરકારી માધ્યમિક હાઇસ્કુલ ખાતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને વિદાય સમારંભ યોજાયો હતો

આ કાર્યક્રમમાં સરકારી માધ્યમિક હાઇસ્કુલ ખાતે યોજયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે પત્રકાર એકતા પરિષદના જાફરાબાદ તાલુકાના પ્રમુખ. ડી.ડી. વરુ તથા, લોર કાઠી સમાજના આગેવાન હરેશભાઈ વરુ તથા લોર ગામના કોળી સમાજના આગેવાન લાલજીભાઈ ડોડીયા તેમજ લોરપ્રાથમિક શાળાના ઉપશીક્ષક અલ્પેશભાઈ ,કાર્તિકભાઈ અને સરકારી હાઇસ્કુલના ઇનચાર્જ મુખ્ય શિક્ષક જાદવભાઈ તથા શાળા સ્ટાફ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ માટે મોટીવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ પરીક્ષામાં ઉચ્ચ ગુણ સાથે વિદ્યાર્થીઓ શિખર સર કરે એવી શુભેચ્છા પાઠવી હતી ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને શાળામાં અભ્યાસ બાદ શાળામાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓએ જુના સ્મરણો વાગોળતા ભાવુક બની ગયા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા ઋષિ પરંપરા અનુસાર ગુરૂ જનોને ગિફ્ટ આપવામાં આવી હતી ત્યાર બાદ વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું