ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહેલા ડો. બોરીસાગર માટે સહુથી પેચીદો સવાલ છે કે શુ આ વખતે પાટીદાર સમાજના મત ડો.બોરીસાગર ને મળશે કે કેમ ?? ભારતીય જનતા પાર્ટીના જે.વી કાકડીયા, આમ આદમી પાર્ટીના કાંતીભાઈ સતાસીયા અને જનતાદળ ના પાયલ પટેલ ની સામે કોંગ્રેસ પાર્ટી એ આ ચુંટણી માં રાજગોર બ્રાહ્મણ સમાજમાં થી આવતા ડો. કિર્તી ભાઈ બોરીસાગર ની પસંદગી કરીને પાટીદાર સમાજને નારાજ કર્યા હોય તેવો ધાટ પાટીદાર ના ગઢ સમાન ધારી-૯૪ વિધાનસભા માં જોવા મળેલ છે.સાથોસાથ કોંગ્રેસના અન્ય પાટીદાર સમાજના રાજકીય આગેવાનો ની હાજરી પણ ચુંટણી પ્રચાર માં જોવા મળતી નથી . તો શુ કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ૨૦૨૨ માં ૨૦૧૭ નુ પુનરાવર્તન નહી કરી શકે ??? તેવા વેધક સવાલ થાય છે.