ડીસામાં અનુપ મંડળના આગેવાનોની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી હતી. અગાઉ ઉશ્કેરણી અને ધૃણા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવતાં ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
ડીસામાં અનુપ મંડળના આગેવાનો અમૃત હકમાજી પ્રજાપતિ (અમદાવાદ), હરજીભાઇ હરિરામભાઇ ચૌધરી (ધાનેરા), ઇશ્વરભાઇ કાળુરામ ખત્રી (સાંચોર), કરશનભાઇ ગણેશભાઇ ચૌધરી (બુરાલ), મુકેશભાઇ વાહતાભાઇ ચૌધરી (બુરાલ), જેતાભારથી દેવાભારથી ગૌસ્વામી (મંડાર) અને વિનોદભાઇ અમરતજી બોકરવાડીયા (ભોયણ) દ્વારા સતત ઉશ્કેરણી અને ધૃણા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જૈન અગ્રણી અને ડીસા નગરપાલિકાના સદસ્ય પિંકેશભાઇ દોશી અને વકીલ ધર્મેન્દ્ર ફોફાણી સામે સૂત્રોચ્ચાર કરી અનુપસ્વામીની ઝૂંપડી તોડાવી હોવાનો આરોપ મૂક્યો હતો. ભાષણો સોશિયલ મીડીયામાં વાયરલ થયા હતા.
આ અંગે ધમેન્દ્ર ફોફાણીએ 15 ઓકટોબર 2024 ના દિવસે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં અનુપ મંડળના આગેવાનોએ ડીસાના એડીશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી.