ડીસામાં હાઇવે નજીક કરીયાણાની દુકાનમાં ચોરી કરનારા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂ. 25,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 

ડીસા હાઇવે નજીક આવેલી ક્ષેત્રપાળ કરિયાણાની દુકાનમાં રાત્રે દુકાનનું શટર ઉંચુ કરી તસ્કરોએ તેલના 4 ડબ્બા, સિગારેટના 45 પેકેટ, ચા, બીડીઓ અને રોકડ રકમની ચોરી થઇ હતી.

આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના પી.આઇ. એસ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, સી.સી.ટી.વી. સહીતના સોર્સથી તપાસ કરી ચોરી કરનારા ડીસા નહેરૂનગર ટેકરા વિસ્તારમાં રહેતો કમલેશ ઉર્ફે કમો

સુરેશભાઇ ઠાકોર, અજયભાઇ ગોવિંદભાઇ ઠાકોર, રોનકકુમાર નગીનભાઇ પરમાર અને શ્રવણ ઉર્ફે પી.કે કરશનભાઇ પંચાલ (લુહાર) ને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂ. 25,600 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.