પાટણના સાંતલપુરના આહીર સમાજની વિવિધ ગામમાંથી બાધા અને મનોકામના પૂર્ણ કરવા માટે પ્રથમવાર એકલી 12 મહીલાઓનો સંઘ દ્વારકા દર્શન અર્થે પગપાળા સંઘ લઇને નીકળી હતી.

દ્વારકા 150 કિલોમીટર દૂર અંતરે જામનગરના જોડીયા ગામ નજીક ભાદરા પાટીયા આમરણ હાઇવે ઉપર 4:30 વાગ્યે આજુબાજુ રોડની સાઇડમાં અંધારામાં મહીલાઓ પગપાળા પસાર થઇ રહી હતી.

તે દરમિયાન અચાનક પાછળથી આવેલા અજાણ્યો ટ્રક ચાલક સંઘની મહીલાઓને વારાફરથી કુલ 6 પદયાત્રી મહીલાઓને અડફેટે લઇને પૂરઝડપે પસાર થઇ ગયો હતો.જેમાં અડફેટે આવેલ 23 થી 65 વર્ષની ઉંમરની ત્રણ મહીલા પદયાત્રીના મોત નિપજયા હતા. અન્ય ત્રણ મહીલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર અર્થે ખસેડાયા હતા.

મૃતકના નામ 

(1) છાનુબેન મહાદેવભાઇ બકુતરીયા, આહીર, (ઉં.વ.આ. 23)

(૨) રૂડીબેન લક્ષ્મણભાઇ બકુતરીયા, આહીર, (ઉં.વ.આ.65)

(૩) સેજીબેન મેરામભાઇ બકુતરીયા આહીર, (ઉં.વ.આ.50)

(રહે. ત્રણેય બકુત્રા, તા.સાંતલપુર)

ઇજાગ્રસ્તોના નામ 

(૧) ગીતાબેન રાજાભાઇ કાસડ, (રહે.ધોકાવાળા, સાંતલપુર)

(૨) સુસમીતાબેન જીવણભાઇ હેઠવાળીયા (રહે.પાટણકા,સાંતલપુર)

(3) રાણીબેન અરજણભાઇ બકુતરીયા (રહે.બકુત્રા,તા.સાંતલપુર)