તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે અકસ્માતે વીજ કરંટ લાગવાથી પડી જતાં આધેડનુ મોત નિપજ્યું તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કરંટ લાગવાથી મોતનો આગળ વધતો દેખાયો છે.
બનાવની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કરંટ ઠાડચ ગામે લાગવાથી એક બાળકી મોત થયું હોવાનો કીસ્સો સામે આવ્યો છે ત્યારે બીજો કિસ્સો તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે રહેતા વિજયસિંહ ગીરીરાજસિંહ સરવૈયા ને અકસ્માતે ભારે વીજ કરંટના પછડાટ લાગતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા જે બનાવને લઈને તળાજા પોલીસ સ્ટાફ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવને લઈને નવા સાંગાણા તેમજ સમગ્ર તળાજા તાલુકામાં ભયજનક શોક સવાયો હતો