દિયોદર શાળા નંબર ૨ માં કન્યા કેળવણી તેમજ પ્રવેશોત્સવ ની ઉજવણી કરાઈ.,,શિક્ષાના માધ્યમથી બાળકોના જીવનમા ઘડતર માટેની પહેલ એટલે ‘શાળા પ્રવેશોત્સવ,,ત્યારે ગુજરાત ભર ની શાળા માં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તા.૧૩/૬/૨૩ દિયોદર શાળા નંબર ૨ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ની ઉજવણી કરવામાં આવી હતી અધિકારી ગણ તેમજ પ્રાથમિક ઘટક સંઘના પ્રમુખ પી.કે.ઠાકોર તેમજ દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી નવીનભાઈ ત્રિવેદી તેમજ શાળા ના આચાર્ય એસ.એમ.સી અધ્યક્ષ તેમજ સ્ટાફ અને વાલીગણ સાથે હાજર રહી આંગણવાડી બાલવાટિકા અને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમની સફળ બનાવવામાં આચાર્યશ્રી બી.એ રાઠોડ તેમજ સંચાલન જગદીશભાઈ રાઠોડ, કામિનીબેન મકવાણા એ કર્યું હતું. બાળકો ના વાલીઓ દ્વારા સરકારી શાળા એ આપણી શાળાનું સૂત્ર સાર્થક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે બાળકો વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો...