રાજસ્થાન પોલીસે માવલ ચેકપોસ્ટ પર મોટી કામગીરી કરતાં દારૂની હેરાફેરી કરતું એક મીની ટ્રક ઝડપી પાડ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાનથી ગુજરાત તરફ જતાં મીની ટ્રકને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે વાહનની ઝીણવટભરી તપાસ કરતાં ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કુલ ૩૮૫ પેટી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રકમાં સવાર બે શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

પોલીસ તપાસમાં આ દારૂની હેરાફેરી પાછળ કોણ-કોણ સંડોવાયેલું છે અને આ દારૂનો જથ્થો ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે. આ પ્રકારની દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસે સરહદી વિસ્તારોમાં ચેકીંગ વધુ કડક બનાવ્યું છે.