ડીસાના જોખમનગર વિસ્તારમાં રોડ અને ગટરનો અભાવ, મહિલાઓ નો હંગામો..
ડીસાના જોખમનગર વિસ્તારમાં ખરાબ રસ્તા, પાણીના નિકાલ માટે ગટરની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે આખો વિસ્તાર ગંદા પાણીથી ઉભરાઈ ગયો છે. ગુરુવારે મહિલાઓએ હોબાળો મચાવતાં પાલિકાના ચીફ ઓફિસર ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડી વિકાસના કામોની આપી બાંહેધરી આપી હતી..
ડીસા શહેરના જોખમનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ, રસ્તાઓ અને ગટરની સુવિધાઓનો અભાવ હોવાના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જોખમ નગર વિસ્તારમાં રસ્તા અને ગટરના પાણી મુદ્દે ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કામ ન કરવામાં આવતા ગુુરુવારે મહિલાઓ જોખમનગર વિસ્તારમાં ભેગા થઈ હંગામો મચાવ્યો હતો. મહિલાઓએ હંગામો કરતાં ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ નગરપાલિકાની ટીમ સાથે જોખમનગર વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં જઈ આ વિસ્તારના લોકોને સુવિધાઓ પૂરી પાડવા માટેની બાંહેધરી આપી હતી..
ડીસાના જોખમનગરમાં મહિલાઓ દ્વારા હંગામો કરતા વિસ્તારના લોકોને સારા રસ્તા અને પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા થાય તે માટે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકા ટીમ દ્વારા સોસાયટીમાં તાત્કાલિક સર્વે કરાયો હતો..