કાંકરેજના શિહોરીમાં મામલતદાર કચેરીની સામે ખુલ્લામાં કોઇ વ્યક્તિ કાર પાર્કિંગ કરી કામ અર્થે ગયા હતા. ત્યારે આ કારના વાયરિંગમાં ટેકનિકલ ખામીથી શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી અને આગ વધુને વધુ જોર પકડાતા કારના બળીને ખાખ થઇ ગઇ હતી.
જ્યાં કારમાં આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી અને લોકો એકઠા થઇ ગયા હતા.ફાયર ફાઇટરને જાણ કરવા છતાંય શિહોરીથી થરા માત્ર 15 કિલોમીટરનું અંતર હોવા છતાંય બે કલાકે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર ફાઇટર આવ્યું ત્યાર સુધીમાં કાર પુરી બળીને ખાખ થઇ ગઇ હતી.